
在手机上保存,获得更好体验
મેં કાનુડા તોરી ગોવાલણ‚ એ જી મોરલીએ લલચાણી રે,
મેં કાનુડા તોરી ગોવાલણ.
હરખેં મેં તો ઈંઢોણી લીધી જી..‚ ભરવા હાલી હું તો પાણી રે..;
ગાગર ભરોંસે મેં ગોળી લીધી‚ આરાની છું અજાણી રે.
મેં કાનુડા તોરી ગોવાલણ...
ગાય ભરોંસે ગોધાને બાંધ્યો જી..‚ દોહ્યાંની છું અજાણ રે..;
વાછરું ભરોંસે મેં તો છોકરાંને બાંધ્યા‚ બાંધ્યા છે બહુ તાણી રે.
મેં કાનુડા તોરી ગોવાલણ...
રવાઈ ભરોંસે મેં તો ઘોસરું લીધું જી..‚ વલોવ્યાની છું હું અજાણી રે..;
નેતરાં ભરોંસે મેં તો સાઢું લીધું‚ દૂધમાં રેડયાં પાણી રે.
મેં કાનુડા તોરી ગોવાલણ...
ઘેલી ઘેલી મને સવ કોઈ છે જી..‚ ઘેલી હું રંગમાં રે’લી રે..;
ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી‚ પૂરણ પ્રીત હું પામી રે.
મેં કાનુડા તોરી ગોવાલણ.
મેં કાનુડા તોરી ગોવાલણ‚ એ જી મોરલીએ લલચાણી રે,
મેં કાનુડા તોરી ગોવાલણ.