હો..મારા કિસ્મતમાં તું ભલે ના લખાણી..
મારા નસીબમાં તું ભલે ના લખાણી..
પણ મારા દિલમાં તું કાયમ રહેવાની..
એ..તને બેવફા કહીને બદનામ નઈ કરું
તારી જાય આબરૂ એવું કોમ નઈ કરું..
જા તું ખુશ રહેજે..
મને તો ખબર છે જાનુ મજબૂરી છે તારી..
હો..આ જન્મે એક ના થયા તો આવતા જન્મે મળીશું
આપણી રહેલી અધૂર ખ્વાહિશો પુરી કરીશું..
હો..હું સમજુ છું તારા હાલ ભલે કોઈ સમજે ના તને
છોડવો પડે છે તારો હાથ દુઃખ તો ઘણું છે મને..
હો.. મારી યાદ આવે તો એક વાત હું કહું
તું રડતી ના સેજ મારા હમ સે બકુ
હું બસ તારો રહીશ...
મને તો ખબર છે જાનુ મજબૂરી છે તારી..
હો..ખુશ થઈ પરણી રે જાજો પપ્પાની પસંદગી સાથે
યાદ અમે કરતા રહીશુ તને અમારી હર વાતે
હો.. કરતી ના ચિંતા તું મારી રાખજે તું તારું ધ્યાન
હસીને કહે તારો સાહિલ યાદોમાં રેશો મારી જાન
તુ રહે હસતી એવી દુવા કરશુ
તારા માટે નવો અવતાર ધરશુ
કરશુ તારો ઈન્તજાર
મને તો ખબર છે જાનુ મજબૂરી છે તારી..
હો..મારા કિસ્મતમાં તું ભલે ના લખાણી..
મારા નસીબમાં તું ભલે ના લખાણી..
પણ મારા દિલમાં તું કાયમ રહેવાની..